ગઢુલા જળાશયમાં 'માં નર્મદા નીરના વધામણા'

નર્મદા મહી આધારિત 'સૌની યોજના' અંતર્ગત 
ગઢુલા ગામે જળાશયમાં 'માં નર્મદા નીરના વધામણા'
માટે આગેવાનો જોડાયા
 
ઈશ્વરિયા મંગળવાર તા.૨૫-૧૦-૨૦૨૨
 
નર્મદા મહી આધારિત 'સૌની યોજના' અંતર્ગત જળરાશિ ગઢુલા ગામે જળાશયમાં આવતા ઉત્સાહભેર પૂજન થયું હતું. 
 
ધારાસભ્ય શ્રી  ભિખાભાઈ બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ, અગ્રણીઓ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, શ્રી રઘુભાઈ હુંબલ, શ્રી મુળજીભાઈ મિયાણી વગેરે 'માં નર્મદા નીરના વધામણાં' માટે જોડાયા હતા.
 
ગ્રામવિકાસ સમિતિ ગઢુલાના આયોજન સાથે આ કાર્યક્રમમાં અહીંના તેમજ આજુબાજુના ગ્રામજનો આગેવાનો પણ સામેલ થયા હતા.