સિહોરમાં કૃષ્ણ ભક્તો દ્વારા કૃષ્ણ સંકીર્તન

ઈશ્વરિયા શુક્રવાર તા.૧૨-૧૧-૨૦૨૧
આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ દ્વારા સમગ્ર વિશ્વમાં કૃષ્ણ ભક્તિનો નાદ થઈ રહ્યો છે. આ ઇસ્કોન નામથી જાણીતી સંસ્થા ચૈતન્ય મહા પ્રભુની પરંપરા મુજબ કૃષ્ણ સંકીર્તન ભક્તિ કરી રહેલ છે. આજે સિહોર નગરમાં પણ આ ભક્તો દ્વારા હરે કૃષ્ણ, હરે રામ ધૂન સંકીર્તન નાદ કરાયો હતો.