પાંચતલાવડા ગામે પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

પાંચતલાવડા બુધવાર તા.૩૦/૦૬/૨૦૨૧
પાંચતલાવડા ગામે સ્વર્ગીય દેવાભાઈ હુંબલની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું છે. હૂંબલ પરિવાર સાથે સરપંચ શ્રી બાલભાઈ ડાંગર અને કાર્યકરોના સંકલન સાથે પુણ્યતિથિ નિમિત્તે પર્યાવરણ માટે વૃક્ષારોપણનું વંદનિય કાર્ય થયું છે.