ચોમાસુ ખેતીકામ શરૂ

ઈશ્વરિયા બુધવાર તા.26-05-2021
આગામી પખવાડિયામાં ચોમાસાના મંડાણ થાય તેવા અણસાર આવતાં ખેડૂતો કામે લાગ્યા છે. વાવાઝોડાના વરસાદ બાદ આકાશમાં વાદલાઓની અવર જવર રહેવા પામી છે, આ દરમિયાન થોડા દિવસોમાં જ ઢૂંકડું ચોમાસું દેખાઈ રહ્યું છે. છેલ્લા બે દિવસો દરમિયાન પણ આકાશમાં વાદળાંઓ રહેતા ઈશ્વરિયા ગામની સીમમાં ખેડૂતોએ ચોમાસુ ખેતી કામ શરૂ કરી દીધેલ છે.