related photo news
ભાવનગર સોમવાર તા. 09-11-2020
હજીરા ઘોઘા રો-પેક્સ ફેરી રવિવારે સાંજે ઘોઘા ખાતેના રો-પેક્સ ટર્મિનલ ખાતે આવી પહોંચી હતી.કેન્દ્રીય શિપિંગ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ ફેરીમાં સુરત ખાતેથી બેસી ઘોઘા સુધીની મુસાફરી કરી હતી. સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, મેયરશ્રી મનહરભાઈ મોરી,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી વકતુબહેન મકવાણા, ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારૈયા એ ઉપસ્થિત રહી પ્રથમ રો-પેક્સ ફેરીનું સ્વાગત કર્યું હતું. આમંત્રિત મહેમાનો અને ઉપસ્થિત નગરજનોએ ભારત માતાના જય નાદ સાથે રો-પેક્સ ફેરીને વધાવી લીધી હતી.