વાળુકડ આસપાસ ગામોમાં અનાજ ખાદ્યસામગ્રી વિતરણ

વાળુકડ શનિવાર તા.08-05-2021
કોરોના મહામારીમાં વાળુકડ આસપાસ ગામોમાં દાતા શ્રી ભરતભાઈ શાહના પિતાશ્રી મણિલાલ લલ્લુભાઇ શાહના જન્મદિવસ અને દીકરી સ્વર્ગસ્થ નેહલની મૃત્યુતિથિ સ્મરણાર્થે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ ખાદ્યસામગ્રી વિતરણ કરાયું. લોકવિદ્યાલય વાલુકડના વડા શ્રી નાનુભાઈ શિરોયાના સંકલન દ્વારા વાળુકડ, બાદલપર , માનપુર , માંડવી ,હણોલ વગેરે ગામોમાં આ વિતરણ સેવા કાર્ય થયું.