કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સણોસરા - મશરૂમની વૈજ્ઞાનિક ખેતી પર બે દિવસીય તાલીમ કાર્યક્રમ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સણોસરા - મશરૂમની વૈજ્ઞાનિક ખેતી પર બે દિવસીય તાલીમ કાર્યક્રમ
સણોસરા રવિવાર તા.13-10-2019
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી સણોસરા દ્વારા હાલમાં તારીખ ૯ તથા ૧૦ ઓક્ટોબરના રોજ મશરૂમની વૈજ્ઞાનિક ખેતી પર બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો જેમાં રાજ્યના ૧૦ અલગ-અલગ જિલ્લાનાં કુલ ૩૦ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો. રાજ્યના તથા જિલ્લાનાં અંતરિયાળ તથા ગ્રામીણ વિસ્તારોમાં કુપોષણની સમસ્યા ઓછી થાય તથા મહિલાઓ તથા ગ્રામીણ યુવાનોને સ્વરોજગારીની તકો મળી રહે તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આવા તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહેલ છે.