સુરતમાં નગરસેવક બનેલા રામધરીના મહિલાનું વતનમાં અભિવાદન

ઈશ્વરિયા શુક્રવાર તા.26-02-2021

તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકામાં રામધરી ગામના મહિલા કાર્યકર્તા રૂપાબેન ભાર્ગવભાઈ પંડ્યા ચૂંટાઈ આવતા અભિવાદન કરાયું. નગરસેવક બનેલા ગામના મહિલાનું આગેવાનો ગ્રામજનો દ્વારા સામૈયા કરી હરખ વ્યક્ત કરાયો છે.