સિહોરમાં રક્ષિત સ્મારક અસુરક્ષિત

ઈશ્વરિયા મંગળવાર તા. 19 - 01 - 2020
     ઐતિહાસિક નગરી સિહોરમાં આવેલા સ્થાનો સુરક્ષિત રાખવામાં પુરાતત્વ વિભાગ પૂરતી દરકાર રાખતું નથી તેવું લાગી રહ્યું છે. અહીંના ઐતિહાસિક બ્રહ્મકુંડમાં મુખ્ય પ્રવેશ ભાગમાં ઊભેલું ઝાડ સુકાઈ ગયા બાદ તેની ડાળીઓ તૂટી રહી છે તેમજ ઝોખમી બની રહી છે પરંતુ આ પરિસ્થિતિ સામે પુરાતત્વ તંત્ર બેદરકારી દાખવી રહેલ છે. આ અંગે અહીંના સામાજિક અગ્રણી શ્રી અનિલભાઈ મહેતાએ રોષ સાથે અહીં યોગ્ય કરવા માંગ કરી છે. આ રક્ષિત સ્મારક અસુરક્ષિત બનતા યાત્રિકો ભાવિકોમાં પણ રોષ રહેલો છે.