સરકારી હાઈસ્કૂલ ચોગઠમાં ઔષધબાગ બનાવાયો

ચોગઠ ગુરુવાર તા.10-09-2020

     ચોગઠ ગામે સરકારી હાઈસ્કૂલમાં ઔષધબાગ બનાવાયો. હાલમાં વૈશ્વિક મહામારી કોરોના જેવી પરિસ્થિતિ ચાલી રહી છે જે સમયગાળા માં શાળાઓ બંધ છે એ સમય માં સરકારી હાઈસ્કૂલ- ચોગઠ ના શિક્ષકો દ્વારા એક શિક્ષક દીઠ એક વૃક્ષ (ઔષધ) વાવી ને વ્યક્તિગત ઔષધીના છોડ ઉછેર કરવાની જવાબદારી ઉપાડેલ છે. ગળો, ખરખોડી, વિકળો , આમળા, જાસૂદ, ખજૂરી, અરીઠા, અશ્વગંધા, અર્જુન સાગર, કદમ જેવી  ઔષધીઓ રોપવામાં આવેલ છે. આ ઔષધબાગનું નામ ધન્વંતરિ રાખવામાં આવ્યું. શાળાના આચાર્ય હિતેશભાઈ દવે સહિત સમગ્ર શિક્ષકગણ દ્વારા શિક્ષક દિવસ સાથે ઔષધબાગ નિર્માણ ની કામગીરી થઈ છે.