related photo news
ઈશ્વરિયા બુધવાર તા.19-02-2020
અમદાવાદ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદાજપત્રિય બેઠક મંગળવારે મળી ગઈ. અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા તથા અધિકારીઓની આ બેઠકમાં હાઉસિંગ બોર્ડ અંતર્ગત અમદાવાદ, ભાવનગર, જામનગર, વડોદરા, બોરસદ, ડભોઈ, મહુવા વગેરેમાં વિવિધ યોજના સંદર્ભે સમિક્ષા તેમજ નવા કામોની મંજૂરી બાબતે કાર્યવાહી થઇ હતી. અંદાજપત્ર આધારિત સમયગાળામાં આ કામો પારદર્શિતાથી પૂર્ણ થાય તેવો આગ્રહ શ્રી સરવૈયાએ કર્યો હતો.