વાહ શેત્રુજી... વાહ...!

ઈશ્વરિયા શનિવાર તા.05009-2020
     છેલ્લા પખવાડિયા દરમિયાન સર્વત્ર  થયો. ગીર પંથકના વરસાદથી શેત્રુંજી નદીમાં આવેલા પુરથી પાલિતાણા પાસેનું જળાશય છલકાઈ ગયું. ભાવનગર શહેરને પીવા માટે તેમજ નીચેના વિસ્તારમાં ખેતીમાં સિંચાઈ માટે મોટી રાહત જન્મી છે. પાલિતાણાથી તળાજા અને જેસર જવાના માર્ગ પરથી શેત્રુંજી જળાશય છલકાતું જોવું એ એક લ્હાવો છે. મોટાભાગના ખૂલેલા દરવાજાથી પડતા પાણીના ધોધ રોમાંચિત કરે છે. અહીંથી નીકળનારા ખેડૂત, માલધારી, પ્રવાસી સૌ અવશ્ય થોડીવાર ઉભા રહી જાય છે... અને બોલી ઉઠે છે, વાહ શેત્રુંજી... વાહ...!     

તસવીર : મૂકેશ પંડિત