સણોસરા આસપાસના ગામોમાં ભાજપ દ્વારા વૃક્ષારોપણ થયું

ઈશ્વરિયા શનિવાર તા.૨૬. ૦૬. ૨૦૨૧
ભારતીય જનતા પક્ષના હોદ્દેદારો આગેવાનો દ્વારા સણોસરા આસપાસના ગામોમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયુ છે. સિહોર તાલુકા સહ સંયોજક શ્રી દિનેશભાઈ ખાંભલ્યાના સંકલન સાથે તાલુકા ભાજપ મહામંત્રી શ્રી સુરેશભાઈ દવે, શ્રી વિજયસિંહ ચુડાસમા, શ્રીબાવચંદભાઈ ચૌહાણ, શ્રી ધરમશીભાઈ મિયાણી, શ્રી દિલીપભાઈ પણદા, શ્રી મગનભાઈ ડાભી, શ્રી મહેશભાઈ જાદવ, શ્રી દિલીપભાઈ રાઠોડ વગેરેના સંકલન સાથે ઢાંકણકુંડા તથા ભૂતિયા ગામોમાં વૃક્ષારોપણ કરાયું છે.