related photo news
જાળિયા સોમવાર તા.06-07-2020
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે ગુરુપૂર્ણિમા પર્વ પ્રસંગે શ્રી વિશ્વાનંદમયી માતાજીના નેતૃત્વમાં ગુરુ વંદના પૂજન કરવામાં આવેલ. સ્થાનિક સેવકોના સંકલનથી ગામમાં ગાયોને નિરણ નાખવામાં આવી હતી. કૂતરાઓને માટે સુખડી બનાવાયેલ. બિમારીના વાતાવરણમાં આ પ્રસંગે સરકારી આદેશના પાલન હેતુ કોઈ આગેવાનો સેવકોને નિમંત્રણ આપવામાં આવેલ ના હતું અને સાદગીપૂર્ણ વિધિ દ્વારા ગુરુપૂર્ણિમા ઉજવાયેલ.