ઈશ્વરિયા ગામમાં કોરોના બાબત આરોગ્ય તંત્રની તકેદારી

ઈશ્વરિયા બુધવાર તા.07.04-2021

કોરોના બિમારી સંદર્ભે ઈશ્વરિયા ગામમાં પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી શ્રી આશિયા હુનાણીએ આજે કોરોના સંભવિત દર્દીની મુલાકાત લઈ તકેદારી સૂચનો કર્યા હતા. ગ્રામસંજીવની સમિતિ સભ્યો સાથે રહ્યા હતા.