related photo news
ભાવનગર સોમવાર તા.28-12-2020
વિધાનસભાના સ્વર્ગસ્થ સભ્યશ્રીઓના પરિવારજનોને કાયમી સ્મૃતિરૂપે ગુજરાત વિધાનસભા દ્વારા ૧૦૦ વર્ષ સુધી ખરાબ ન થાય તેવી સ્વર્ગસ્થ સભ્યશ્રીના ફોટાવાળી ગોલ્ડ પ્લેટેડ ફોટો ફ્રેમ આપવામાં આવે છે. જે ફોટોફ્રેમ આજરોજ ભાવનગરના સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય શ્રી મણિલાલ ગોરધનદાસ ગાંધીના પરિવારજનોને શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા રાજ્ય શિક્ષણ મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે દ્વારા તેમના નિવાસ સ્થાને જઈ અર્પણ કરવામા આવી હતી. આ વેળાએ મંત્રીશ્રીની સાથે શહેર શ્રી રાજીવભાઈ પંડ્યા, શ્રી યોગેશભાઈ બદાણી, શ્રી ડી.બી.ચુડાસમા, શ્રી અરૂણભાઈ પટેલ વગેરે જોડાયાં હતા.