ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલયનું આજે પ્રદેશ પ્રમુખ શ્રી ચંદ્રકાન્ત પાટીલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં થયું. વરતેજ પાસે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ભારતીબેન શિયાળ અને હોદ્દેદારો રહ્યા હતા. ખાતમુહૂર્ત અને સ્નેહમિલન સમારોહમાં રાજ્યના મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તથા શ્રી રાઘવજી મકવાણા, શ્રી રઘુભાઈ હુંબલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મૂકેશભાઈ લંગાળિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યા, ભાવનગરના મેયર શ્રી કીર્તિબાળા દાણીધારિયા સહિત અન્ય પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા.