ભારત તીબ્બેત સહયોગ મંચમાં શ્રી નાનુભાઈ ડાખરાની નિયુક્તિ

ઈશ્વરિયા સોમવાર તા.06-09-2021
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વરિષ્ઠ પ્રચારક શ્રી ઈન્દ્રીશકુમારના નેતૃત્વ સાથે  કૈલાસ મુક્તિ માટે રચાયેલા ભારત તીબ્બેત સહયોગ મંચના ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે જવાબદારી સંભાળતા ભાવનગર જિલ્લાના અગ્રણી કાર્યકર્તા શ્રી નાનુભાઈ ડાખરાને સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક તરીકે જવાબદારી અપાઈ. શ્રી હેડગેવાર ભવન અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી શ્રી પંકજ ગોયલના માર્ગદર્શનથી રાષ્ટ્રીય મંત્રી રામકિશોર પસારી અને પ્રાંત અધ્યક્ષ ગીતેશભાઈ પટેલ દ્વારા આ નિયુક્તિ કરવામાં આવી.