સણોસરા ખાતે બરોડા બેંકનો પ્રારંભ

ઈશ્વરિયા સોમવાર તા.૭-૬-૨૦૨૧
સણોસરા ખાતે બેન્ક ઓફ બરોડાની શાખાનો પ્રારંભ બેંકના પૂર્વ ડાયરેકટર તથા વડોદરાના પૂર્વ મેયર શ્રી ભરતભાઈ ડાંગર સાથે ધારાસભ્યો શ્રી કેશુભાઈ નાકરાણી તથા શ્રી ભિખાભાઈ બારૈયા, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહગોહિલની મુખ્ય ઉપસ્થિતિમાં થયો. અહીંયા અગ્રણીઓ શ્રી રઘુભાઈ હૂંબલ, શ્રી કુરજીભાઈ મકવાણા, શ્રી ગોકુલભાઈ આલ, શ્રી ઘનશ્યામસિંહ ગોહિલ  વગેરેની ઉપસ્થિતિમાં થયો. બરોડા બેંકના પ્રાદેશિક પ્રબંધક શ્રી ઐયર, સહાયક પ્રાદેશિક પ્રબંધક શ્રી વિશાલ જૈન સ્થાનિક પ્રબંધક શ્રી વિનોદકુમાર દ્વારા બરોડા બેન્ક આ વિસ્તારના ગ્રાહકોને સંતોષકારક સેવા સુવિધા આપશે તેવી ખાતરી અપાઈ હતી.