ટાણા રવિવાર તા.27-06-2021
અગ્રણી કાર્યકર્તા શ્રી નાનુભાઈ ડાખરાના વ્યાપક વૃક્ષારોપણ અભિયાન સાથે ટાણા ગામે માં નવદુર્ગા આશ્રમ ખાતે શ્રી ગાયત્રીદેવીજીના સાનિધ્ય સાથે સ્થાનિક આગેવાનોના હસ્તે આશ્રમમાં વૃક્ષારોપણ થયું. શ્રી રાજુભાઈ જાનીના સંકલન સાથે અહીંયા અગ્રણીઓ શ્રી જગદીશસિંહ ગોહિલ, શ્રી રમેશભાઈ મોરી, શ્રી દિનેશભાઈ ભરોડિયા વગેરે જોડાયા હતા અને વૃક્ષ ઉછેર માટે સંકલ્પ વ્યક્ત કર્યો છે.