હરિદ્વારમાં શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત કથા પ્રારંભ

 
ઈશ્વરિયા મંગળવાર તા.૧-૧૧-૨૦૨૨
 
ગંગા મૈયાના કિનારે હરિદ્વાર તીર્થમાં નૂતન વર્ષના પ્રારંભ સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા પ્રારંભ થયો છે. હરિદ્વારમાં શ્રી માધવાનંદ આશ્રમ ખાતે ટીંબીના શ્રી રામજીભાઈ ધામેલિયા પરિવાર દ્વારા સોમવારથી આ જ્ઞાનયજ્ઞનું ભક્તિ ભાવ અને ઉત્સાહ સાથે આયોજન થયું છે. કથા મંગલાચરણ મહિમા વર્ણન સાથે પ્રારંભે વ્યાસપીઠ પરથી શ્રી વિશ્વાનંદ માતાજીએ મોરબી દુર્ઘટના ભોગ બનેલાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી.