ઈશ્વરિયામાં ગાંધી જયંતિ ઉજવણી

ઈશ્વરિયા બુધવાર તા.02-10-2019
    ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા - આંબલા દ્વારા ઈશ્વરિયા ગામે પ્રાથમિક શાળામાં સ્વચ્છતાના સંદેશ સાથે ગાંધી જયંતિની ઉજવણી થઈ. લોકશાળાના પૂર્વ નિયામક શ્રી લાલજીભાઈ નાકરાણી તથા આચાર્ય શ્રી વાઘજીભાઈ કરમટિયાના નેતૃત્વમાં અહીં  વિવિધ આયોજન થયેલ. પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ અને શિક્ષકોના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ દ્વારા મહાત્મા ગાંધીજીને અંજલિ પાઠવાઈ હતી.