દિલ્લી શનિવાર 15-08-2020
15 ઓગસ્ટ 74માં સ્વતંત્રતા દિવસના અવસરે રાજધાની દિલ્લીના લાલ કિલ્લાના પ્રાચિરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તેઓએ કોરોના વિરૂધ્ધ 130 કરોડ લોકોની અદમ્ય ઈચ્છાશક્તિ, સંકલ્પશક્તિ આપણને તેની સાથેની લડાઈમાં વિજય અપાવશે અને આપણે વિજયી બનીને રહીશું તેમ કહ્યું. ગાંધીજીના ઉલ્લેખ સાથે પ્રધાનમંત્રીએ કહ્યું કે, પૂજય બાપુના નેતૃત્વમાં રાષ્ટ્ર જાગરણની સાથે-સાથે જન આંદોલનનો એક પ્રવાહ ઉભો થયો હતો, જેણે આઝાદીના આંદોલનને એક નવી ઉર્જા આપી હતી. અને આજે આપણે આઝાદીનું પર્વ મનાવી રહ્યા છીએ. આત્મનિર્ભર ભારતની મહત્વની પ્રાથમિકતા આત્મનિર્ભર કૃષિ અને આત્મનિર્ભર ખેડૂત છે અને તેમને અમે ક્યારેય નજરઅંદાજ નથી કરી શકતા. ખેડૂતોને છેલ્લા કેટલાક સમયમાં આપણે જોયો છે. એક પછી એક સુધારાઓ આઝાદીના આટલા વર્ષો બાદ કરવામાં આવ્યા છે. ખેડૂતને તમામ બંધનોમાંથી મુક્ત કરવો પડશે, તે કામ અમે કરી નાખ્યું છે, તેમ તેઓએ કહ્યું. તસવીરમાં શ્રી નરેન્દ્ર મોદી સંબોધન અને બાદમાં લાલ કિલ્લા પરથી નીચે ઉતરી રહેલ તે દ્રશ્યમાન છે.