ઈશ્વરિયા સોમવાર તા.24.08.2020
જૈન પરંપરા સંપૂર્ણ અહિંસા સાથે સમાજને સનાતન સંદેશો આપતી રહી છે. ગોહિલવાડના પાલિતાણા નગરીના શત્રુંજય પર્વત પર બિરાજમાન આદિનાથદાદાના દર્શન માટે માત્ર ગુજરાત નહિ દેશ અને દુનિયામાંથી જૈન જૈનેતર ઉપાસકો, શ્રદ્ધાળુ અને પ્રવાસીઓ આવે છે. આ શત્રુંજય તીર્થ મુખ્યત્વે જૈન તીર્થ છે, પરંતુ અહીંયા પ્રારંભે સરસ્વતી ભગવતી, હિંગળાજ માતાજીના બેસણા રહેલા છે. ગિરિવર શત્રુંજય પર નીલકંઠ મહાદેવ પણ છે. મુખ્ય દેરાસરના ભાગોમાં રહેલા વિવિધ શિલ્પોમાં રિદ્ધિ સિદ્ધિ સાથે ગણપતિજી અને ગોવર્ધનધારી કૃષ્ણ પણ દશ્યમાન થાય છે. અહીંયા અંગારશા પીરનું સ્થાનક પણ રહેલું છે. તળેટીથી આદેશ્વર ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે વચ્ચે આવતી માતાજીની દેરીઓ અને શિવજીના મંદિર સાથે દેરાસર અને વિવિધ ભાગોની દિવાલો પર રહેલ શિલ્પો નિહાળવાનું રસભર્યું લાગે છે... સર્વ ધર્મ સમાનની વાત ત્યારે જ સિધ્ધ થાય જયારે અહિંસા પ્રથમ હોય. આ જ શત્રુંજય તીર્થનો સનાતન સંદેશો રહેલો છે... એક વાર શત્રુંજયની યાત્રા કરવા જેવી છે....!
તસવીર કથા : મૂકેશ પંડિત