ભૂતિયા ગામે વૃક્ષારોપણ દ્વારા મુનિવન નિર્માણ કરાયું
ભૂતિયા ગામે વૃક્ષારોપણ દ્વારા મુનિવન નિર્માણ કરાયું
ઈશ્વરિયા ગુરુવાર તા.૨૪- ૦૬ -૨૦૨૧
સિહોર તાલુકાના ભૂતિયા ગામે ગ્રામપંચાયત સાથે પરિશ્રમ ફાઉન્ડેશન, વી કેર ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરાયું. વન વિભાગ અને સોનગઢ પોલીસ મથકના સંકલનથી ભૂતિયા ગામે વૃક્ષારોપણ દ્વારા મુનિવન નિર્માણ કરાયું છે. વટ સાવિત્રી તહેવાર સાથે ભૂતિયામાં નિર્માણ થઈ રહેલા મુનિવન માટે સ્થાનિક યુવાનો કાર્યકરોએ માત્ર વૃક્ષારોપણ કરીને સંતોષ માનવના બદલે ઉછેર કરવા માટે મક્કમ સંકલ્પ કર્યો છે.