હરિદ્વાર કુંભમેળામાં ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસામાં ધર્મ લાભ

હરિદ્વાર મંગળવાર તા.૧૩.૪.૨૦૨૧
હરિદ્વાર કુંભમેળામાં અખિલ ભારતીય  ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા દ્વારા ભાવિકોને ધર્મલાભ મળી રહ્યો છે. મહામંડલેશ્વર શ્રી ગરીબરામબાપુના નેતૃત્વમાં ગંગા મૈયામાં કુંભસ્નાન તેમજ દર્શનનો લાભ ભાવિક યાત્રિકો લઈ રહ્યા છે. સંત શ્રી દુખીશ્યામબાપા અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ શરૂ છે. અહીં શ્રી હરસિદ્ધિજી ભાગવત કથા રસપાન કરાવી રહ્યા છે.