આમ આદમી પક્ષ ભાવનગર કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું

ભાવનગર શનિવાર તા.03-07-2021

આમ આદમી પક્ષ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાનું સંયુક્ત કાર્યાલય આજે ખુલ્લું મુકવામાં આવ્યું. મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના નામ સાથે આમ આદમી પક્ષ મધ્યસ્થ કાર્યાલયને આમ આદમી પક્ષના ગુજરાત પ્રભારી શ્રી ગુલાબસિંહ યાદવ અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી રાજભા ઝાલા દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ભાવનગર જિલ્લા પ્રમુખ શ્રી હસમુખભાઈ દોમડિયા , શહેર કાર્યકારી પ્રમુખ શ્રી હરદેવસિંહ ગોહિલ, શહેર પૂર્વ પ્રમુખ શ્રી કમલેશ સોલંકી, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી અશોકભાઈ ગોહેલ, પૂર્વ સંગઠન મંત્રી ખુમાનસિંહ ગોહિલ વિગેરે ભાવનગર શહેર / જિલ્લા હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા.