હરિદ્વાર કુંભમેળામાં પ્રથમ શાહી સ્નાન

હરિદ્વાર સોમવાર તા.૧૨- ૪ - ૨૦૨૧
ગંગામૈયાના કિનારે હરિદ્વારમાં આજે સોમવતી અમાસે કુંભમેળાનું પ્રથમ શાહી સ્નાન યોજાયું. સવારે પ્રારંભ થયેલા આ સ્નાનમાં ક્રમશઃ દરેક અખાડા જોડાયા હતા અને હરકી પૈડી ખાતે 'હર હર ગંગે' નાદ તેમજ વિધિવત પૂજા સાથે ગંગામાં ડૂબકી લગાવી હતી. તંત્ર દ્વારા ખૂબ જ ચિવટ સાથે પૂરતો બંદોબસ્ત જોવા મળ્યો. જો કે આ વખતે કોરોના બિમારીના કારણે ભાવિકોની ભીડ ઓછી રહી છે. બીજું શાહી સ્નાન બુધવારે મેષ સંક્રાંતિનું યોજાશે.