related photo news
સિહોર સોમવાર તા. 04-10-2021
કેન્દ્ર સરકારના પત્રસુચના વિભાગ દ્વારા સિહોરમાં સ્વતંત્રતાના અમૃત મહોત્સવ પ્રસંગે ઐતિહાસિક તસવીરોના પ્રદર્શનને અતિથિ વિશેષ તરીકે જલપુરુષ શ્રી રાજેન્દ્રસિંહજીએ નિહાળી રાષ્ટ્રના ઈતિહાસના આ સ્મરણ પ્રદર્શન માટે અધિકારી શ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદીને અભિનંદન પાઠવ્યા. રવિવારે આ મુલાકાતમાં તેઓની સાથે અહીંયા વિરાસત સ્વરાજ્ય યાત્રાના સંયોજક રહેલ વર્ધા આશ્રમના શ્રી આશાબેન બોધરા રહ્યા હતા. સ્થાનિક કાર્યકર્તા સાથે પ્રાસંગિક વાતો થઈ હતી.