related photo news
નોંઘણવદર શનિવાર તા.26 - 06 - 2021
નોંઘણવદર પાસેના ખાખરિયા ગામે સુરત સ્થિત વતન પ્રેમીઓ દ્વારા ગ્રીન આર્મી ટિમ બનાવી પિંઝરાઓ સાથે સઘન વૃક્ષારોપણ કરાયું છે. ખાખરિયા ગામે ધારાસભ્ય શ્રી ભિખાભાઈ બારૈયા, ભાવનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સિહોરા, શ્રી નાગજીભાઈ પટેલ, શ્રી મનસુખભાઈ કાસોરિયા, શ્રી નુતનસિંહ ગોહિલ સહિત અગ્રણી કાર્યકરો વૃક્ષારોપણ વિધિમાં જોડાયા હતા.