related photo news
ભિલાડ શનિવાર તા.20-03-2021
માં મેલડી એકતા ધામ ભિલાડમાં યોજાયેલી ભાગવત કથામાં વિવિધ કથા પ્રસંગોની ઉજવણી સાથે વૃક્ષારોપણ કરાયું હતું. ગોહિલવાડના પ્રજાપતિ પરિવારના યજમાન સ્થાને કથામાં ભાવિક ભક્તો જોડાયા. શ્રી હબીબમાંડીના સંકલ્પ સાથેની આ કથામાં વ્યાસપીઠપરથી શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદમાતાજી દ્વારા લાભ મળ્યો. અહીંયા શ્રી નંદલાલભાઈ જાની સાથે શ્રી અનંતભાઈ શાસ્ત્રી અને શ્રી તુષારભાઈ શાસ્ત્રી અને સેવકોનું સુંદર આયોજન રહ્યું.