પશ્ચિમ રેલવે પર 65મી રેલવે સપ્તાહ 22 ડિસેમ્બર 2020ના ઉજવાયેલ, જે અંતર્ગત ભાવનગર મંડલના 8 રેલવે કર્મચારીઓને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા વર્ષ 2019-20 દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. કર્મચારીઓને રૂ .2000/- રોકડ, મેડલ અને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા. આ કર્મચારીઓ છે શ્રી કમલેશ કુમાર શર્મા (ચીફ કોમર્શિયલ ક્લર્ક), શ્રી અમર કુમાર (સીનિયર સેક્શન એન્જિનિયર), શ્રી પરમબીર ભારતી (સીનિયર સેક્શન એન્જિનિયર), શ્રી નિતિન મટવનકર (ડીસીડબલ્યુઆઈ), શ્રી નાથાભાઇ આર. બાગડા (કાર્યાલય અધીક્ષક), શ્રી એસ. કે. પાસવાન (સ્ટેશન માસ્ટર), કુ.પ્રતિભાબા બી. જડેજા (કલર્ક) અને શ્રી રાજેશકુમાર ત્રિપાઠી (સીનિયર સેક્શન એન્જિનિયર) અને શ્રી મયૂર જી. જાની (સીનીયર સેક્શન એન્જિનિયર/ભાવનગર વર્કશોપ)ને ઇનામ અપાયેલ છે.વિતરણ કાર્ય વર્ચુઅલ માધ્યમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેના કારણે મંડલના તમામ કર્મચારીઓને સંબંધિત અધિકારી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. જનરલ મેનેજરે તમામ કર્મચારીઓને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. મંડલના મંડલ રેલવે મેનેજર શ્રી પ્રતીક ગોસ્વામી અને અપર મંડલ રેલવે મેનેજર શ્રી સુનિલ આર. બારાપાત્રેની સાથે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પણ એવોર્ડ મેળવનારાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.