સણોસરા પાસે કૃષ્ણપરાની વાડીમાં ખટારો ઘૂસતા મકાનનો બુકડો

ઈશ્વરિયા શુક્રવાર તા.22-10-2021

ભાવનગર રાજકોટ ધોરીમાર્ગ પર એક દિવસ અગાઉ સણોસરા પાસે આવેલા કૃષ્ણપરા ગામની વાડીના મકાનમાં ભંગાર ભરેલો ખટારો ઘુસી જતા આ મકાનનો બુકડો બોલી ગયો છે, જેમાં જંતુનાશક દવા, ખેતીના સાધન ઓઝારો વગેરેને નુકસાન થવા પામ્યું છે, જ્યારે ચાલકને સામાન્ય ઈજા થયાનું જાણવા મળે છે.