વાંચનારા ગુજરાતી , પણ પાટિયા અંગ્રેજી...!

ઈશ્વરિયા શુક્રવાર 15-05-2020
     કેટલાયે દિવસથી બિમારી ફાટી નીકળતા રેલગાડીઓ બંધ છે, કેટલીક માલગાડીઓ અને વિશેષ ગાડીઓ નીકળે છે. સણોસરા રેલ મથક નજીક ઈશ્વરિયા ગામની ફલકું નદી પરના નાળા પરથી પણ આ ગાડીઓ પસાર થાય છે. અહીંયા તસવીર એ બાબતની લીધી છે કે આ નાળા પાસે રેલતંત્ર દ્વારા ખોડાયેલા પાટિયા પર અંગ્રેજીમાં વિગતો લખાયેલી છે. તેમાં લખાયા મુજબ ' રેલવેની મર્યાદા - હદ સંદર્ભે કોઈ સુરક્ષા બાબત નિરીક્ષણ માટે આ નંબર પર સંપર્ક કરવો.' આવો કઈંક   અર્થ રહેલો છે. હવે આ લખાણ કોણ વાંચી કે સમજી શકે..? માત્ર અધિકારીઓ જ...! નાના કર્મચારી કે કોઈ દુર્ઘટના સમયે તો ઓછું ભણેલા કે અભણ ગ્રામજન જ અહીં હોઈ શકે...! અહીંયા વાંચનારા ગુજરાતી જ છે, પણ પાટિયા અંગ્રેજી છે...! જવા દ્યોને, લખવું પડે એટલે લખ્યું હશે... બીજું શું...?!


(તસવીર કથા - મૂકેશ પંડિત - ઈશ્વરિયા )