જાળિયા શિવકુંજ આશ્રમમાં નવચંડી યજ્ઞ

જાળિયા સોમવાર તા.19-10-2020
     જાળિયા શ્રી શિવકુંજ આશ્રમમાં શક્તિ ઉપાસના પર્વ નવરાત્રી પ્રસંગે શ્રી વિશ્વાનંદમયી માતાજીના સાનિધ્ય આયોજન સાથે નવચંડી યજ્ઞ યોજાયો છે. ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે યોજાયેલા આ યજ્ઞમાં કોરોના બિમારી નિયમોના પાલન હેતુ સાથે માત્ર આશ્રમ પરિવાર દ્વારા જ યજ્ઞ યોજાયેલ છે. અગાઉના વર્ષોમાં પણ અહીંયા યજ્ઞ યોજાતો રહ્યો છે.