રાજસ્થળી ગામની પીપળારોપણ પ્રવૃત્તિથી ખુશ થતા શ્રી રાજેન્દ્રસિંહ

રાજસ્થળી મંગળવાર તા.05-10-2021

જાણિતા પર્યાવરણ કાર્યકર્તા શ્રી રાજેન્દ્રસિંહ તેમની વિરાસત સ્વરાજ્ય યાત્રા દરમિયાન પાલિતાણા પાસેના રાજસ્થળી ગામે આવ્યા હતા. રવિવારે સાંજના સમયે રાજસ્થળી ગામના તળાવ ફરતે વ્યાપક પીપળારોપણથી જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહ ખુશ થયા હતા. આ અભિયાનના પ્રેરક શ્રી નાનુભાઈ ડાખરાએ વિગતો આપી ગામના સહયોગ સાથેના અભિયાન વિશે જણાવ્યું હતું.