ચીફ ઓફ નેવલ સ્ટાફ ગુજરાત, દમણ અને દીવના નૌસેના ક્ષેત્રની મુલાકાતે

 

ઓખા શનિવાર તા. 02-01-2021 

ચીફ ઓફ નેવલ સ્ટાફ (CNS) એડમીરલ કરમબીરસિંહે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ગુજરાતના ઓખા ખાતે ભારતીય નૌસેનાના ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ INS દ્વારકાની મુલાકાત લીધી હતી. CNSને ગુજરાત, દમણ અને દીવના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગે ગુજરાત, દમણ અને દીવ (GD&D) નૌસેના ક્ષેત્ર સંબંધિત દરિયાઇ પરિચાલન અને સુરક્ષાના પરિબળો અંગે માહિતી આપી હતી. તેમણે GD&D ક્ષેત્ર દ્વારા હાથ ધરવામાં આવતી દરિયાકાંઠાની દેખરેખ માટેની વિવિધ પહેલ અંગે પણ માહિતી મેળવી હતી અને ઓખા સ્થિત નૌસેના સ્ટેશન તેમજ અન્ય એકમોના કર્મીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.