ગઢુલા ગામે પોષક આહાર વિતરણ

ઈશ્વરિયા શનિવાર તા.25-09-2021

સંકલિત બાળ વિકાસ યોજના કચેરી સિહોરના સંકલન સાથે ગઢુલા ગામે કુપોષિત બાળકો માટે અગ્રણી શ્રી મુળજીભાઈ મિયાણીની ઉપસ્થિતિમાં પોષક આહાર વિતરણ કરાયું. આંગણવાડીના નિરીક્ષક શ્રી હેમાબેન દવેના આયોજન સાથે અહીંયા ભારતીય ખાદ્ય નિગમ ભાવનગરના અધિકારી શ્રી પુલકિત મહેશ્વરી તરફથી અહીં અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાદ્ય સામગ્રી અર્પણ કરાયેલ.