ઉમરાળા પંથકમાં અમાસનો વરસાદ

ઈશ્વરિયા સોમવાર તા.06-09-2021
શ્રાવણ માસના છેલ્લા દિવસે ઉમરાળા પંથકમાં સરવડા નહિ પણ સારો વરસાદ પડ્યો. આ વિસ્તારના જાળિયા, પરવાળા, રંઘોળા વગેરે ગામોમાં બપોર બાદ પડેલા વરસાદથી ખેડૂતોમાં રાજીપો રહ્યો છે.