ઈશ્વરિયા બુધવાર તા.20-05-2020
ભાવનગર રાજ્યની રાજધાનો રહેલ અને સિદ્ધરાજ જયસિંહના સ્મરણ સાથે જોડાયેલ નગરી સિહોર ઐતિહાસિક મહત્વ અને મહાત્મ્ય ધરાવે છે. સિહોર નગરી ધાર્મિક રીતે સુપ્રસિદ્ધ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઔદ્યોગિક રીતે વિકાસ કરી રહેલ છે. તાજેતરની બિમારીના સંદર્ભમાં સરકાર દ્વારા તાળાબંધી દરમિયાન આ નગરીમાં હલચલ હળવી પડી ગઈ છે, આ દરમિયાન અહીંના એક મુખ્ય દરવાજા આસપાસ જોઈએ તો શાંત જોવા મળે છે સિહોર. દરવાજા અંદર જુના સિહોરમાં હજુ હવેલી જેવા મકાનો રહેલા છે, જયારે બહાર નવા મકાનો આવેલા છે. જો કે આ ડેલાને સુંદર બનાવી શકાય તેમ છે, પરંતુ... અત્યારે તંત્રને સમજણ કે સમય નથી...!
(તસવીર અહેવાલ : મૂકેશ પંડિત )