ઈશ્વરિયા નદીમાં નીર વહેતા થતા વધામણાં કરાયા

ઈશ્વરિયા મંગળવાર તા.૨૮-૯-૨૦૨૧
સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામની ફલકું નદીમાં ઘણાં વર્ષે નીર વહેતા થતાં ગ્રામજનો દ્વારા વધામણાં કરાયાં હતા. ઉપરવાસ રામધરી ગામ નજીકના તળાવો છલકાતાં નદીમાં પાણી આવતાં અહીં ગોકુળધરામાં કુમારીકાઓએ લોકમાતાની પૂજન વંદના કરી હતી.