શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને આણંદ ખાતે ભાગવત કથા
શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને આણંદ ખાતે ભાગવત કથા
આણંદ શુક્રવાર તા.16-07-2021
આણંદમાં સિંધી સમાજ દ્વારા સૌ પ્રથમવાર ભાગવત કથા યોજાઈ છે. શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને ભાગવત કથા પ્રારંભે શ્રી મનજીબાપાના હસ્તે દીપપ્રાગટય કરાયું જેમાં શ્રી ગણેશદાસજી મહારાજ, શ્રી હબીબમાડી, શ્રી સતિષભાઈ શાસ્ત્રી અને નગરપાલિકા પ્રમુખ શ્રી રૂપલબેન પટેલ તથા ઉપપ્રમુખ શ્રી છાયાબેન ઝાલા અને અગ્રણીઓ જોડાયા હતા. સમાજના અગ્રણી શ્રી વાસુદેવભાઈ ધનવાણી અને પરિવારજનો સંકલનમાં રહ્યા છે.