ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં નેત્રયજ્ઞ

ઈશ્વરિયા શનિવાર તા.૨૬- ૦૬- ૨૦૨૧
ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા ખાતે શુક્રવારે ભાવનગર જિલ્લા અંધત્વ નિયંત્રણ કચેરી તથા  શિવાનંદ મિશન વીરનગરના સહયોગથી નેત્રયજ્ઞ યોજાઈ ગયો. સ્વર્ગસ્થ દિલીપભાઈ પરીખના સ્મરણાર્થે શ્રી પીતાંબરદાસ આણંદજીભાઈ મહેતા અને શ્રી વિજયભાઈ વાઘાણી તથા શ્રી પંકજભાઈ દોશીના સૌજન્યથી આ નેત્રયજ્ઞ દરમિયાન ૧૦૨ દર્દીઓને નિદાન પૈકી ૧૯ દર્દીઓને જરૂરી નેત્રમણી શસ્ત્રક્રિયા માટે વીરનગર દવાખાને લઈ જવાયેલ.