દિવાળી અને નવા વર્ષની રજાઓમાં ઉત્તરભારતમાં ખાસ કરીને હરિદ્વાર તરફ યાત્રિકો મોટી સંખ્યામાં પહાંચે છે. હરિદ્વારમાં આજે છઠપુજા પર્વ પૂજનમાં મહિલાઓ સાથે યાત્રિક ભાવિકોની ભારે મોટી સંખ્યા રહી. હરકી પૈડીના મુખ્ય આરતી ઘાટ બ્રહ્મકુંડ પર બપોર બાદ સાંજ પડતા પહેલા જ દર્શનાર્થીઓથી હૈયે હૈયું દળાતું જોવા મળ્યું અને સૌ ગંગા મૈયામાં ડૂબકી મારી આરતી દર્શન લાભ લેતા રહ્યા. નૂતનવર્ષે ભાવિકોનો પ્રવાહ હરિદ્વારમાં છે, જેમાં મોટા ભાગે ગુજરાતી યાત્રિકો રહ્યા છે.