લોકભારતી સણોસરામાં હરિત સ્મૃતિ વૃક્ષારોપણ

ઈશ્વરિયા રવિવાર તા.૧૮-૦૭-૨૦૨૧
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં કાર્યકરો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા દયાળવનમાં પૂજન સાથે વૃક્ષારોપણ થયું. લોકભારતી ભૂતપૂર્વ વિદ્યાર્થી હરિત સ્મૃતિ યોજના શુભારંભે આંબા રોપણ સાથે સ્મૃતિભવનમાં નિયામક શ્રી અરુણભાઈ દવે દ્વારા વિગતો અપાઈ હતી.