સણોસરામાં કોરોના સંદર્ભે પોલીસ દ્વારા બંદોબસ્ત

ઈશ્વરિયા શનિવાર તા.04-04-2020

     કોરોના બિમારીમાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર થતાં પ્રજાજનોને તકેદારી રાખવા પગલાં લેવા પડયા છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડયો છે. સોનગઢ પોલીસ મથક તાંબાના સણોસરા ગામે પોલીસ અધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નિયંત્રણ તળે પોલીસ, ગૃહરક્ષક દળ, વન વિભાગ તેમજ ગ્રામરક્ષક દળના કર્મચારીઓ દ્વારા સઘન બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.