related photo news
જાળિયા સોમવાર તા.09-08-2021
પવિત્ર શ્રાવણ માસ પૂજા પ્રારંભે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા જાળેશ્વર મહાદેવ મંદિરે વૃક્ષારોપણ સાથે આશ્રમમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યજ્ઞ પ્રારંભ થયો છે. શ્રી વિશ્વાનંદમયીજીના ધાર્મિક સામાજિક આયોજનમાં આજે પ્રારંભે શ્રી મનજીબાપા તથા શ્રી જયદેવબાપુ અને ભૂદેવો સાથે કાર્યકરો જોડાયા હતા. શ્રી નંદલાલભાઈ જાનીના સંકલન સાથે શ્રી અનંતભાઈ ઠાકોરના આચાર્ય પદે સમગ્ર આયોજનમાં કોરોના માર્ગદર્શિકા અનુસાર આશ્રમ પરિસરમાં યજ્ઞ સાથે સામાજિક આયોજનો રખાયા છે.