મુખ્યમંત્રી શ્રીએ મહુવા પંથકની મુલાકાત લીધી

મહુવા શનિવાર તા.22-05-2021

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે મહુવા પંથકની મુલાકાત લીધી હતી. તાજેતરના વાવાઝોડા વરસાદથી આ વિસ્તારમાં થયેલી નુક્સાનીની જાત માહિતી મેળવી હતી. મંત્રી શ્રી વિભાવરીબેન દવે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ તેમજ ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનો સાથે રહ્યા હતા.