ચોગઠ : માધ્યમિક શાળામાં વાર્તાલાપ

ઈશ્વરિયા બુધવાર તા. 23-10-2019
     ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદના ' ઉજાસ ભણી ' કાર્યક્રમ મુજબ ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે સરકારી માધ્યમિક શાળામાં સ્વચ્છતા અને પર્યાવરણ સંદર્ભે કાર્યકર્તા પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા વિદ્યાર્થીઓને વાર્તાલાપ અપાયો હતો. મંગળવારે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન આચાર્ય શ્રી જયપાલસિંહ ચુડાસમા અને શાળા પરિવારનું સંકલન રહ્યું હતું.