૧૨૫૦ નેત્રયજ્ઞોના નિમિત્ત બનનાર શ્રી નીતિનભાઈ પંચોલીનું સન્માન

ઈશ્વરિયા મંગળવાર તા.16-03-2021 
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૧૨૫૦ નેત્રયજ્ઞોના નિમિત્ત બનનાર મૂક સેવક શ્રી નીતિનભાઈ પંચોળીનું આજે શ્રી  અરુણભાઈ દવેના હસ્તે સન્માન કરાયું. રાજકોટના શ્રી રણછોડદાસજી આંખના દવાખાના દ્વારા તેમના નેતૃત્વમાં નેત્રયજ્ઞો યોજાતા રહ્યા છે. આજે આંબલામાં યોજાયેલ નેત્રયજ્ઞ દરમિયાન ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા દ્વારા સન્માનિત કરાયા.